Saturday, August 28, 2010

મારી લજામણી


તુ તો મારી લજામણી નો એક નાનકડો છોડ
મન માં જો થાય તને અડવાના કોડ
લજવાઇ જાય તારા મનની દિશાઓ
ને વિલાઇ જાય તારો છોડ..તુ તો ….
સરીતાની સેંઠીમાં જો સાગર સિંદુર હોય
વાદળની વેણી માં મેહુલીયાની જો મ્હેર હોય
તો ઉડેના ધરતીની ધૂળ રે ધમાલીયા
ધરતીની ઓંથે બેઠાં લાજ ના એ મૂળીયા
ને મૂળીયાં પણ લાગે સતામણીનાં શૂળીયા
મન માં જો…..
લાજ્જા ની ચાદર ઓઢીં ઝાકળ સૂર્યથી શરમાય
અંધારાની ઓઢણી માં તો વાદળ પણ વહેમાય
અરે વ્યવહાર ના વિષયમાં તો વાણી પણ વહેચાય
‘AJAN’મનમાં છે મારા આખા જગની વિશાળતા
ને તારી પાસે તો માત્ર તારો છોડ..
કે તુ તો મારી લજામણી નો એક નાનકડો છોડ….
——AJAN ANJAN

Thursday, June 10, 2010

મને મળે ના મળે


પ્રભુ એ મને મળે ના મળે
અંતિમ વિસામે ખોળો એનો આપજે
કોઇ નો હાથ આ લાશ પર પડે ના પડે
એના સ્પર્શ થી મને ત્રુપ્ત કરાવજે
સમય નથી હવે રોકાવા મળે ના મળે
એને રોકવાની આ અરજ તું સ્વીકારજે
રદયનો ઘાવ હવે ભરે ના ભરે
મારા અંત નું એકાંત એને આપજે
જાણ હવે જીવ 'અજાણ' ફરી મળે ના મળે
જીદગી જીવતા રહે એ આણ એને આપજે.
--------- અજાણ અંજાન ----------------

Wednesday, March 31, 2010

Thursday, January 21, 2010

M

சென்னை மர். ஜிக்னேஷ் சுக்ல பிரோம் குஜராத் ப்ரோக்ராம் இன் டக்ஹின சித்ரா வித் குஜரடி போலக் டான்ஸ் அண்ட் சொங்க்ஸ் ஹி இஸ் குட் பெர்சன் அண்ட் குட் சிங்கர் இன் குஜரடி போலக் சொங்க்ஸ் அண்ட் கற்ப . ஹி இஸ் பெர்போமன்சே வித் நேஷனல் காக்ராப்ய் சென்னால் இன் "இச்றேடப்ளே இந்திய "

Thursday, August 6, 2009

પ્રેમ માં કયાં જાણકારી જોઇએ


પ્રેમ માં કયાં જાણકારી જોઇએ
બે રદય વચ્ચે કટારી જોઇએ
આપણા જ ઘર માં હોય ચાલે નહિ
એમના ય ઘર માં બારી જોઇએ
સ્રિ હરી ને છોકરી વચ્ચે સામ્યતા
બે નેય પુજારી જોઇએ
એ અગાસી પર સુતેલા હોય તો
ચાંદ પર મારે પથારી જોઇએ.

Monday, March 16, 2009


ઇશ્ક મોહબ્બત માં પડવાનું ગમે
જો તું હોય તારણ મારું તો
તારા થઈ તારણ માં ભળવાનું ગમે
તબાહી ના સમુંદર માં તરવાનું ગમે
જો તારાજ હાથે હોય તબાહી તો
તબાહ થઈ તારા હોઠે હસવાનું ગમે
તારાજ હાથે મૌત ને મળવાનું ગમે
જો તારી કુંડળી માં હોય મોત મારૂ તો
આ હાથ ની રેખાઓને શોખથી સજવાનું ગમે
લાગણીયો ને મારી થોડું લણવાનું ગમે
જો તું જ હોય મારી લજ્જા ની લાગણી તો
'અજાન' લાગણી ના ઓજસ માં વળવાનું ગમે..

- અજાન અંજાન -